UPના ગાજીપુરમાં લગ્નમાં જઈ રહેલી બસ પર હાઈટેન્શન વાયર પડતા લાગી ભીષણ આગ, 5 લોકોના મોત

New Update
UPના ગાજીપુરમાં લગ્નમાં જઈ રહેલી બસ પર હાઈટેન્શન વાયર પડતા લાગી ભીષણ આગ, 5 લોકોના મોત

ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લામાં અતિ દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. લગ્નની બસ જઈ રહી હતી એ સમયે તેના પર હાઈટેન્શન વાયર પડતા બસમાં આગ લાગી હતી. જેમા 5 આગની ઝપેટમાં આવવાથી 5 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ છે. મઉ જિલ્લાના ખીરીયા ગામથી બસ લગ્નમાં જવા માટે ગાજીપુરના મહાહર ધામ જઈ રહી હતી એ સમયે જ રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે કેટલા મુસાફરોના મોત થયા છે તેને લઈને હજુ સુધી સત્તાવાર કોઈ પુષ્ટિ કરાઈ નથી.

મરહદ થાણા વિસ્તારથી મહાહરધામ પાસે યાત્રિકો ભરેલી પ્રાઈવેટ બસમાં હાઈટેન્શન તાર પડવાથી ભીષણ આગ લાગી ગઈ હતી. આગમાં અનેક યાત્રીકોના મોતની આશંકા સેવાઈ રહી છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાજીપુર દુર્ઘટના પર સંજ્ઞાન લીધુ છે. સીએમ યોગીએ મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે જઈ રાહત કાર્યમાં તેજી લાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ઘાયલોની યોગ્ય સારવારના નિર્દેશ આપ્યા છે

Latest Stories