Connect Gujarat
દેશ

રાજસ્થાનમાં સર્જાયો ભયાનક અકસ્માત, ગુજરાતનાં 4 યુવકોના દર્દનાક મોત….

રાજસ્થાનના ડુંગરપુરમાં ગુજરાતની કારને મોડી રાતે ગંભીર અકસ્માત નડ્યો હતો. યુવકોએ નેશનલ હાઈવે 48 પર રોન્ગ સાઈડમાં કાર હંકારી હતી

રાજસ્થાનમાં સર્જાયો ભયાનક અકસ્માત, ગુજરાતનાં 4 યુવકોના દર્દનાક મોત….
X

રાજસ્થાનના ડુંગરપુરમાં ગુજરાતની કારને મોડી રાતે ગંભીર અકસ્માત નડ્યો હતો. યુવકોએ નેશનલ હાઈવે 48 પર રોન્ગ સાઈડમાં કાર હંકારી હતી, જેથી કારની એક ખાનગી બસ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં અરવલ્લીના મોડાસાના ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માત એટલો જીવલેણ હતો કે, કારનુ પડીકુ વળી ગયું હતું. શામળાજીથી 6 કિમી રાજસ્થાનમાં અમદાવાદ ઉદયપુર હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. ડુંગરપુર જિલ્લાના વીંછીવાડી પોલીસ સ્ટેશનના અધિકારી મદનલાલ ખટીકે જણાવ્યું કે, મોડી રાતે નેશનલ હાઈવે નંબર 48 પર ખુજરીના નાળા પાસે ગુજરાત પાસિંગની કાર રોન્ગ સાઈડ જઈ રહી હતી. ત્યારે આ કાર ખાનગી બસ સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. તો ઘટનામાં કારમાં સવાર ચાર યુવકોના દર્દનાક મોત નિપજ્યાં છે. જ્યારે કે, એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના બાદ વીંછીવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે પ્રયાસો બાદ યુવકોના મૃતદેહો કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.

Next Story