New Update
/connect-gujarat/media/media_files/2025/01/25/bideQhVaKmzNYTY2vBTO.jpg)
વકફ (સંશોધન) બિલ 2024 પર સંયુક્ત સંસદીય કમિટી (JPC)ની બેઠક દિલ્હીમાં યોજાય હતી જેમાં હોબાળો થયો હતો. વિપક્ષના સભ્યોએ દાવો કર્યો હતો કે તેમને ડ્રાફ્ટમાં સૂચિત ફેરફારો પર રિસર્ચ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી.આ બેઠક સંસદ ભવન એનેક્સીના મુખ્ય સમિતિ રૂમમાં યોજાR, જ્યાં JPC સભ્યો મુત્તાહિદા મજલિસ-એ-ઉલેમા, જમ્મુ અને કાશ્મીરના મૌલવી મીરવાઈઝ ઉમર ફારૂકના મંતવ્યો અથવા સૂચનો સાંભળ્યા.
મીરવાઈઝને બોલાવતા પહેલા કમિટીના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. વિપક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો કે દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ વક્ફ સંશોધન બિલ પર રિપોર્ટને ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવા પર ભાર આપી રહ્યું છે.બોલાચાલી અને હોબાળાના કારણે બેઠકની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી. આ પછી વિપક્ષના 10 સાંસદોને એક દિવસ માટે બેઠકમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Latest Stories