2000ની નોટ બદલવા માટે IDની જરૂર નથી, સોશ્યલ મીડિયા પર ફરતા થયેલા તમામ મેસેજ ખોટા !

સોશિયલ મીડિયા પર અલગ-અલગ માહિતી આપવામાં આવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નોટ બદલવા માટે આધાર જેવું આઈડી જરૂરી હશે અને એક ફોર્મ પણ ભરવું પડશે.

New Update
2000ની નોટ બદલવા માટે IDની જરૂર નથી, સોશ્યલ મીડિયા પર ફરતા થયેલા તમામ મેસેજ ખોટા !

સ્ટેટ બેંકે રવિવારે 2000ની નોટ બદલવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ભારતની સૌથી મોટી બેંકે કહ્યું કે નોટ બદલવા માટે કોઈ આઈડીની જરૂર નથી. કોઈ ફોર્મ બદલવાની જરૂર નથી. એક વખતમાં 10 નોટ બદલી શકાશે.સ્ટેટ બેંકે નોટિફિકેશન જારી કર્યું છે કારણ કે નોટ બદલવાને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ માહિતી આપવામાં આવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નોટ બદલવા માટે આધાર જેવું આઈડી જરૂરી હશે અને એક ફોર્મ પણ ભરવું પડશે.આ પહેલા 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં આવી નોટો બદલવા અથવા ખાતામાં જમા કરાવવા જણાવ્યું છે. બેંકે એમ પણ કહ્યું છે કે આ પછી પણ તે લાગલ રહેશે.




Latest Stories