Connect Gujarat
દેશ

છત્તીસગઢના સુકમામાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ, 1 CRPF જવાન ઘાયલ....

છત્તીસગઢના સુકમામાં મતદાન દરમિયાન IED બ્લાસ્ટ, 1 CRPF જવાન ઘાયલ....
X

છત્તીસગઢમાં વિધાનસભામાં આજે પ્રથમ મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટના અહેવાલ સામે આવ્યા છે. જેમાં એક જવાન ધાયલ થયો છે. મળતી માહિતી અનુસાર, સુકમાના એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું કે, નક્સલવાદીઓએ સુકમાના ટોંડામરકા વિસ્તારમાં IED બ્લાસ્ટ કર્યો છે. આ વિસ્ફોટમાં CRPF કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. સૈનિક ચૂંટણી ફરજ પર તૈનાત હતો.

ગત સોમવારે કાંકેરમાં પણ નક્સલવાદીઓએ વિસ્ફોટ કર્યો હતો. મતદાનના એક દિવસ પહેલા નક્સલવાદીઓએ પખાંજૂર વિસ્તારના છોટાબેટીયા પોલીસ સ્ટેશન હેઠળ રેંગાવાહી ડાંગર ખરીદ કેન્દ્રની નજીક સ્થિત પુલ પર IED બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટનાની માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે કાંકેરમાં IED બ્લાસ્ટમાં એક BSF જવાન અને બે મતદાન કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. બીએસએફ અને જિલ્લા દળની એક સંયુક્ત પાર્ટી કાંકેર જિલ્લાના છોટાબેટીયા પોલીસ સ્ટેશનના ચાર પોલિંગ પાર્ટીઓ સાથે કેમ્પ મારબેડાથી મતદાન મથક તરફ જઈ રહી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જેમની સારવાર ચાલી રહી છે. અહીં આ ઘટના બાદ પણ પોલિંગ ટીમ અને સૈનિકોનું મનોબળ ઓછું થયું ન હતું અને પોલિંગ ટીમ સુરક્ષિત રીતે રેંગાગોંડી પોલિંગ સ્ટેશન પર પહોંચી હતી. આ જ નારાયણપુર પોલીસે નક્સલવાદીઓ દ્વારા પ્લાન્ટ કરાયેલા બોમ્બને પણ નિષ્ક્રિય કર્યો છે, જો કે, બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે એક ITBP જવાનને સામાન્ય ઈજા થઈ હતી. સૈનિકો આંતરિક વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને નક્સલવાદીઓના સૌથી ઘાતક હથિયાર IED સાથે પણ કાર્યવાહી કરી રહ્યા છે.

Next Story