New Update
/connect-gujarat/media/post_banners/72c62fdb6ee941aea40cd92f76cd260e5e0f750a047cd2139c7fd92ae9fa63d7.webp)
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટના અહેવાલ છે. આ પહેલા સોમવારે નક્સલવાદીઓએ કાંકેરમાં IED બ્લાસ્ટ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુકમાના એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું કે, નક્સલવાદીઓએ સુકમાના ટોંડામરકા વિસ્તારમાં IED બ્લાસ્ટ કર્યો છે. આ વિસ્ફોટમાં CRPF કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. સૈનિક ચૂંટણી ફરજ પર તૈનાત હતો.