કોલકાતામાં ગેરકાયદે બાંધકામ હેઠળની ઇમારત ધરાશાય, 9ના મોત, 17 ઘાયલ

New Update
કોલકાતામાં ગેરકાયદે બાંધકામ હેઠળની ઇમારત ધરાશાય, 9ના મોત, 17 ઘાયલ

કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં સોમવારે ગેરકાયદે બાંધકામ હેઠળની પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં નવ લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. આ પછી આ મુદ્દે રાજકીય ચર્ચા શરૂ થઈ અને વિપક્ષે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો.

બિલ્ડિંગ ધરાશાયી થયાના લગભગ 18 કલાક પછી પણ એવું માનવામાં આવે છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે, તેથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા, સુભેન્દુ અધિકારીએ કહ્યું કે ગાર્ડન રીચના ગીચ વસ્તીવાળા અઝહર મુલ્લા લેન વિસ્તારમાં એક જળાશયને ભરીને બનાવવામાં આવી રહેલી પાંચ માળની ઇમારત નજીકની ઝૂંપડપટ્ટી પર તૂટી પડી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં ઓછામાં ઓછી 800 આવી અનધિકૃત ઈમારતો છે

Read the Next Article

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના, એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી, આઠ લોકોના મોત

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.

New Update
uttrakhnd

ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં એક બોલેરો કાર ઊંડી ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, બોલેરો કાર 150  મીટર ઊંડી ખીણમાં પડી  હતી. આ વાહન મુસાફરોથી ભરેલું હતું. આ અકસ્માત સોની બ્રિજ પાસે થયો હતો.

રાહત અને બચાવ કાર્ય શરુ

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બોલેરો ટેક્સી મુવાનીથી બક્તા જઈ રહી હતી. જેમાં 13 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે જ આઠ લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા તમામ લોકોને બચાવી લેવામાં આવી રહ્યા છે.

મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી

બોલેરો કાર ખીણમાં ખાબકી તેના કારણો શોધવામાં આવી રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો કચ્ચરઘાણ નિકળી  ગયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.