દેશમાં સોમવારથી CAA કાયદો અમલી બનાવવામાં આવ્યો છે, ત્યારે CAA કાયદાની અમલવારી શરૂ થતાં જ મોરબીમાં 13 હિન્દુ પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યની હાજરીમાં નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
ઘણા સમયથી 1095 પાકિસ્તાની શરણાર્થીઓ મોરબીમાં રહે છે. ત્યારે આ 1095માંથી 95 જેટલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી ચૂકી છે અને આવનારા સમયમાં નિયમો મુજબ અન્ય શરણાર્થીઓને પણ નાગરિકતા આપવામાં આવશે. મોરબી જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં પાકિસ્તાનથી આવીને લાંબા સમયથી મોરબી રહેતા 13 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 28 મે 2021ના રોજ કેન્દ્રના ગૃહ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને, મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરા જિલ્લા કલેકટરોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલ હિંદુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકતા આપવાનો અધિકાર આપ્યો હતો.