/connect-gujarat/media/media_files/2025/05/13/da8t1i29NO29LjSIGqFK.jpg)
ભારત-પાક તણાવ અને યુદ્ધની પરિસ્થિતિના પગલે લઈ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી.
આ સિવાય તમામ કર્મચારીઓને તાત્કાલિક હાજર થવા આદેશ કરાયા હતા, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ જતા તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓને રજા લઈ શકશે તેવો પરિપત્ર કરાયો છે. ભારત-પાક વચ્ચે તણાવની સ્થિતિ બાદ રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી, તાત્કાલિક ફરજ સ્થળે હાજર થવાના આદેશ કર્યા હતા.
હાલ તો પરિસ્થિતિ સામાન્ય બની જતા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરી સરકારી કર્મચારીઓ-અધિકારીઓને રજા લઈ શકશે તેવો પરિપત્ર કરાયો છે. રાજ્ય સરકારના નિર્ણય બાદ સરકારી કર્મચારીઓમાં ખુશી લાગણી પ્રવર્તી છે. જો કે, તમામ લોકોએ અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર થવું પડશે. બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી.
10મેના રોજ બન્ને દેશોએ સીઝ ફાયરની જાહેરાત કર્યા બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે. જેથી સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ કર્મચારીઓએ અનિવાર્ય સંજોગોમાં કર્મચારીઓએ તાત્કાલિક ફરજ પર હાજર થવાનું રહેશે.