છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 12 નક્સલવાદીઓને કર્યા ઠાર

દેશ | સમાચાર , છત્તીસગઢના ગઢચિરોલીમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી

New Update
 છત્તીસગઢ

છત્તીસગઢના ગઢચિરોલીમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. તેમની પાસેથી એકે 47 સહિત ઘણા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. કાંકેર અને ગઢચિરોલી બોર્ડર પર સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે સૈનિકો પણ ઘાયલ થયા છે, જેમને હાયર સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

બપોરે શરૂ થયેલ ગોળીબાર સાંજ સુધી ચાલુ રહ્યો હતો. બંને તરફથી 6 કલાકથી વધુ સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. એન્કાઉન્ટર સમાપ્ત થયા બાદ સર્ચ દરમિયાન 12 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઉપરાંત મોટા પાયે હથિયારો પણ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 3 AK47, 2 INSAS, 1 કાર્બાઇન, 1 SLR સહિત 7 ઓટોમોટિવ હથિયારો મળી આવ્યા છે.

Latest Stories