ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો, સાબરકાંઠાના હિંમનતગરમાં ગરમીનો પારો 47 ડિગ્રી પહોંચ્યો

ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો, સાબરકાંઠાના હિંમનતગરમાં ગરમીનો પારો  47 ડિગ્રી પહોંચ્યો
New Update

ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. જેને લઈને સમગ્ર ગુજરાતમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. જણાવી દઈએ કે, આજે અમદાવાદમાં સૌથી વધારે રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, સાબરકાંઠાના હિંમનતગરમાં 47 ડિગ્રી ગરમીનો પારો પહોંચ્યો છે.

આગ ઓકતી ગરમીએ ત્રાહિમામ પોકારી દીધો છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ગુજરાતનું સૌથી વધારે 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષો બાદ આટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અગનભઠ્ઠીમાં શેકાતા અમદાવાદના રસ્તાઓ એકદમ સૂમસામ જોવા મળ્યા હતા.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, જૂનાગઢ, કચ્છ, પાટણ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, અરવલ્લી, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે.

#Gujarat #India #ConnectGujarat #Sabarkantha Himmanatgar #temperature #degrees
Here are a few more articles:
Read the Next Article