Connect Gujarat
દેશ

લોનધારકો માટે રાહતના સમાચાર, RBIએ વ્યાજમાં કોઈ વધારો ન કર્યો, રેપો રેટ 6.50 ટકા જ રહેશે.

લોનધારકો માટે રાહતના સમાચાર, RBIએ વ્યાજમાં કોઈ વધારો ન કર્યો, રેપો રેટ 6.50 ટકા જ રહેશે.
X

RBIની મોનેટરી પોલિસી કમિટીએ ચાલુ નાણાકીય વર્ષમાં તેમજ જુનની બેઠકમાં વ્યાજદરો સ્થિર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. 3 દિવસ સુધી ચાલેલી બેઠક માં રેપો રેટમાં ફરીથી વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ રીતે રેપો રેટ હજુ પણ 6.50 ટકા જ છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે MPCની બેઠક બાદ મુખ્ય નિર્ણયો વિષે માહિતી આપી હતી.

વ્યાજદરમાં વધારો ગયા વર્ષે મે મહિનામાં થયો હતો. ત્યાર બાદ રિઝર્વ બેન્કે MPCની બેઠક યોજીને રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો હતો. મે 2022માં RBIએ લાંબા સમય બાદ રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. ફુગાવાને નિયંત્રિત કરવા માટે રિઝર્વ બેન્કે મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં 6 વખત વધારો કર્યો અને આ રીતે તે વધીને 6.50 ટકા થયો હતો.

Next Story