દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,167 નવા કેસ નોંધાયા, 32 સંક્રમિતોના થયા મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,167 નવા કેસ નોંધાયા છે અને 32 સંક્રમિતોના મોત થયા
BY Connect Gujarat Desk8 Aug 2022 4:22 AM GMT

X
Connect Gujarat Desk8 Aug 2022 4:22 AM GMT
ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,167 નવા કેસ નોંધાયા છે અને 32 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 1,35,510 થયો છે,
જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,730 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,34,99,659 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 206,56,54,741 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 32,73,551 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 6.14 ટકા છે.
Next Story