ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.72 લાખ કેસ, તો ગુજરાતમાં નવા 8,934 કેસ નોંધાયા
સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.72 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે 1008 દર્દીઓના મોત થયા છે

સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.72 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે 1008 દર્દીઓના મોત થયા છે. અને 2,59,107 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં હાલ કુલ 15,33,921 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં દેશમાં 4,98,983 દર્દીઓના મોત થયા છે,
જ્યારે ગુજરાતમાં સતત 2 દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 8934 નવા કેસ નોંધાયા છે, જ્યારે 34 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ગતિ પકડી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ગતરોજ નવા 8,934 કેસ નોંધાયા છે. અમદાવાદ અને વડોદરાની વાત કરીએ તો, કોરોનાના કારણે અહી ફરી એકવાર સ્થિતિ ચિંતાજનક બની છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3309 કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા શહેરમાં 1512 કેસ નોંધાયા છે. આ સાથે જ સુરત શહેરમાં 265 કેસ, તો રાજકોટમાં 320 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 279 કેસ, ભાવનગરમાં 97 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 69,187 સુધી પહોંચી ગઈ છે. જોકે, હવે ફેબ્રુઆરીની તા. 15 તારીખ બાદ ગુજરાતમાં કોરોના શાંત પડશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.