જૂનનો મહિનો ખતમ થવામાં ફક્ત ત્રણ દિવસ બાકી છે અને નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની જેમ જુલાઈ 2023 માટે ભારતીય રિઝર્વ બેંકે બેંક હોલિડે લિસ્ટ જાહેર કરી દીધુ છે. તેના અનુસાર, જુલાઈ મહિનામાં લગભગ અડધી બેંકોમાં કામ-કાજ બંધ રહેશે એટલે કે 15 દિવસ બેંક બંધ રહેશે. જો તમને આવતા મહિને જુલાઈ 2023માં બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ છે તો તેને હાલ જ પુરૂ કરી દો. હકીકતે આવતા મહિને 15 દિવસ બેંક બંધ રહેશે. જોકે આ બેંક હોલિડે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે. મહત્વનું છે કે બેંકોની રજા વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવતા તહેવારો અને હોવા જઈ રહેલા આયોજનો પર નિર્ભર કરે છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે બેંકિંગ કાર્યો માટે ઘરથી બ્રાન્ચ જવા માટે નિકળો તો પહેલા આરબીઆઈની બેંક હોલિડે લિસ્ટ પર એક નજર જરૂર કરો. ક્યાંક એવું ન થાય કે તમે બ્રાન્ચ પર પહોંચો અને ત્યાં તાળુ જોવા મળે.
જુલાઈમાં આ દિવસે બેંકો રહેશે બંધ:-
•2 જુલાઈ- રવિવાર, સાપ્તાહિક રજા
•5 જુલાઈ- બુધવાર, ગુરૂ હરગોવિંદ જી જયંતી, જમ્મુ અને શ્રીનગર
•6 જુલાઈ- ગુરૂવાર, એમએચઆઈપી દિવસ, મિઝોરમ
•8 જુલાઈ- બીજો શનિવાર, સાપ્તાહિક રજા બધી બેંકોમાં રજા
•9 જુલાઈ- રવિવાર, સાપ્તાહિક રજા બધી બેંકોમાં રજા
•11 જુલાઈ- મંગળવાર, કેર પૂજા, ત્રિપુરા
•13 જુલાઈ- ગુરૂવાર, ભાનુ જયંતી સિક્કિમમાં રજા
•16 જુલાઈ- રવિવાર, સપ્તાહિક રજા દરેક જગ્યા પર રજા
•17 જુલાઈ- સોમવાર, યુ તિરોટ સિંગ ડે, મેઘાલય
•21 જુલાઈ- શુક્રવાર, દ્રુક્પા ત્શે-જી, સિક્કિમ
•22 જુલાઈ- શનિવાર, સાપ્તાહિક રજા, બધી બેંકોમાં રજા
•23 જુલાઈ- રવિવાર, સાપ્તાહિક રજા, બધી બેંકોમાં રજા
•28 જુલાઈ- શુક્રવાર, આશુરા જમ્મુ અને શ્રીનગરમાં રજા
•29 જુલાઈ- શનિવાર, મુહર્રમની ત્રિપુરા, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બંગાળ, નવી દિલ્હી, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ.
•30 જુલાઈ- રવિવાર, સાપ્તાહિક રજા બધી બેંકોમાં