ઉજ્જૈનમાં મંગળવારે ભગવાન મહાકાલની જાન કાઢવામાં આવી હતી. જેમાં ભૂત, પિશાચ, ડાકિની અને શકીનીઓએ નૃત્ય-ગાનમાં ભાગ લીધો હતો. ફટાકડાની આતશબાજી વચ્ચે અનેરો રંગ જોવા મળ્યો હતો.લગ્ન સમારોહનું રિસેપ્શન મહાકાલ મંડપમ ખાતે યોજાયું હતું. આ માટે સમગ્ર શહેરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંદાજે 50 હજાર લોકોનો નગર ભોજ મોડી રાત સુધી ચાલુ રહેશે.
આ પહેલા સોમવારે સાંજે બાબા મહાકાલને હળદર લગાવાઇ હતી. મહેંદી અને મહિલા સંગીતનો કાર્યક્રમ પણ યોજાયો હતો. વિવાહ પત્રિકામાં 33 કરોડ દેવી-દેવતાઓને સ્વાગતાતૂર અને ભગવાન ગણેશ, રિદ્ધિ, સિદ્ધિ અને શિવ પરિવારને દર્શનાભિલાષી બનાવવામાં આવ્યા છે.હકીકતમાં 8 માર્ચે મહાશિવરાત્રીના દિવસે મહાકાલેશ્વર મંદિરમાં શિવ વિવાહ કરવામાં આવ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમ બાદ હવે ઉજ્જૈનના લોકો દ્વારા ભગવાન શિવના લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.