યુપીના બરેલીમાં 8 જાનૈયાઓ કારમાં જીવતા ભડથું થયા:ડિવાઈડર તોડીને કાર સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ

New Update
યુપીના બરેલીમાં 8 જાનૈયાઓ કારમાં જીવતા ભડથું થયા:ડિવાઈડર તોડીને કાર સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ

યુપીના બરેલીમાં કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 8 જાનૈયાઓ ભડથું થઈ ગયા હતા. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે બરેલીમાં ભોજીપુરા નજીક નૈનીતાલ હાઇવે પર થયો હતો. અહીં સ્પીડમાં આવતી અર્ટિગા કાર બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર તોડી સામેની લાઈનમાં આવી ગઈ.

દરમિયાન સામેથી આવતા ડમ્પરે કારને ટક્કર મારી હતી.ડમ્પર પણ પુરપાટ ઝડપે જઈ રહ્યું હતું. તે કારને 15 થી 20 મીટર સુધી ઢસડી ગયું હતું. આ પછી વિસ્ફોટ થયો અને કાર અને ડમ્પરમાં આગ લાગી ગઈ. એસએસપી ઘુલે સુશીલ ચંદ્રભાને જણાવ્યું કે કાર સેન્ટ્રલી લોક હતી. જેથી કારમાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું. કારમાં સવાર તમામ લોકો અંદર જ જીવતા સળગી ગયા અને મૃત્યુ પામ્યા. બાદમાં કારને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં 7 યુવકો અને એક બાળકનો સમાવેશ થાય છે.

Latest Stories