નવા વર્ષે શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે યાત્રાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ કર્યા ફેરફાર

નવા વર્ષને આડે માંડ ગણતરી ના દિવસો વધ્યા છે ત્યારે નવા વર્ષે શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે યાત્રાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.

New Update
css

નવા વર્ષને આડે માંડ ગણતરી ના દિવસો વધ્યા છે ત્યારે નવા વર્ષે શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે યાત્રાના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે યાત્રીઓએ રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ (RFID) કાર્ડ મેળવ્યાના 10 કલાકની અંદર પોતાની યાત્રા શરૂકરી દેવાની રહેશે અને એ પછીના 24 કલાકની અંદર દર્શન કરીને પરત ફરવાનું રહેશે. આ નિદેશ તત્કાલ લાગુ પણ કરી દેવાયો છે.

માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે રજીસ્ટ્રેશન અને RFID યાત્રા કાર્ડ પહેલા લેવું અનિવાર્ય છે. આ પહેલા RFID કાર્ડની માન્યતા 12 કલાક હતી એટલે કે કાર્ડ મેળવ્યાના 12 કલાક અંદર તેમણે યાત્રા માટે પ્રવેશ પર એન્ટ્રી કરી લેવાની હતી અને યાત્રા પૂરી કરવા માટે કોઈ નિશ્ચિત સમય અવધિ નહોતી.નવા વર્ષના પગલે યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. શ્રાઇન બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્દેશ દરેક યાત્રાળુઓ પર લાગુ થશે ચાહે તે પગે યાત્રા કરી રહ્યા હોય કે હેલિકોપ્ટર કે પછી બેટરી કાર જેવી સુવિધાનો ઉપયોગ કરી રહ્યા હોય. રજીસ્ટ્રેશન કેન્દ્ર પર તૈનાત અધિકારીઓને સૂચના અપાઈ છે કે તે યાત્રીઓને આ નવા સમય પ્રતિબંધ અંગે સૂચના આપે.

નવુંવર્ષ શરૂ થવાના 3-4 દિવસ પહેલા જ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે માત્રામાં વધારો થવાની સંભાવના છે. આ ને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સુગર દર્શન સુનિશ્ચિત કરવા માટે આ ટાઈમ સ્લોટ લાગુ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે આ પગલાંથી યાત્રા માર્ગ પર યાત્રીઓને અવરજવર કરવા માટે વધુ સારી સુવિધાનો પ્રબંધ કરી શકાશે.

Latest Stories