Connect Gujarat
દેશ

PM નરેન્દ્ર મોદીના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ, જગત મંદિરમાં દ્વારિકાધીશનું કર્યું પૂજન અર્ચન

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે

ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ

બેટદ્વારકા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનું કર્યું પૂજન અર્ચન

જગત મંદિરમાં દ્વારિકાધીશ સમક્ષ શિશ ઝુકાવ્યું

સી.એમ.ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓખાથી બેટ દ્વારકાને જોડાતા સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકા અને જગત મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન અર્ચન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યે જામનગર પહોંચી ત્યાં રાત્રી રોકાણ કરી આજે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. અહીંથી દ્વારકામાં રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યું હતું તો દ્વારકામાં જગત મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું.દ્વારકામાં સુદર્શન સેતુ બ્રિજનું બાંધકામ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. બ્રિજના નિર્માણનો હેતુ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા શ્રદ્ધાળુઓને સરળ સુવિધા પૂરી પાડવાનો છે. 2.32 કિમી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ દેશમાં તેના પ્રકારનો સૌથી લાંબો છે. આ પુલના કારણે દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી કરતા યાત્રિકોનો સમય તો બચશે જ, સાથે સાથે યાત્રિકોને બેટ દ્વારકા જવા માટે હોળી પર નિર્ભર રહેવું પડશે નહીં. સુદર્શન સેતુની બંને બાજુએ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકો અને ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત ફૂટપાથ પણ બનાવવામાં આવ્યું છે.

Next Story