/connect-gujarat/media/post_banners/57b13f8f301ea2bc0c65be2d019fdf18e039b945c4eab06f20eb514c7623b39c.webp)
ભારત વિરુદ્ધ 3 મેચોની વનડે સીરીઝમાં બાંગ્લાદેશની ટીમે પ્રથમ વનડેમાં જીત મેળવીની 1-0થી લીડ બનાવી લીધી છે. રોમાંચક પહેલી વનડેમાં બાંગ્લાદેશની ટીમે 1 વિકેટથી ટીમ ઇન્ડિયાને હારા આપી હતી, આ મેચમાં જીતનો હીરો મેહદી હસન રહ્યો. હવે બન્ને ટીમો બીજી વનડેમાં આજે એટલે કે 7 ડિસેમ્બરે ટકરાશે, બીજી વનડેમાં એકબાજુ ટીમ ઇન્ડિયા હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે, તો વળી બાંગ્લાદેશની ટીમ જીત મેળવીને સીરીઝ સીલ કરવા પ્રયાસ કરશે.
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બીજી વનડે મેચ 7મી ડિસેમ્બરે રમાશે, આ મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બન્ને ટીમો જીતના ઇરાદે મેદાનમાં ઉતરશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ 4 ડિસેમ્બરથી શરૂ થઇ ચૂકી છે. પ્રથમ વનડે 4 ડિસેમ્બરે રમાઇ હતી, હવે બીજી વનડે મેચ 7મી ડિસેમ્બરે રમાશે.
આ સીરીઝનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થઈ રહ્યું છે. સોની સ્પોર્ટ્સ ટેનની વિવિધ ચેનલો પર લાઈવ મેચ જોવા મળશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે. વળી, ક્રિકેટ ફેન્સ આ મેચનો આનંદ ડીડી સ્પૉર્ટ્સ પરથી પણ લઇ શકે છે. આ ઉપરાંત તમે જિઓ ટીવી પરથી પણ મેચ જોઇ શકો છો.