IND vs SA 5th T20: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીરીઝની છેલ્લી અને પાંચમી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20 સીરીઝ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. સીરીઝની છેલ્લી અને પાંચમી મેચ આજે શુક્રવાર 19

New Update
css

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20 સીરીઝ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. સીરીઝની છેલ્લી અને પાંચમી મેચ આજે શુક્રવાર 19 ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાલમાં આ સીરીઝમાં ભારત 2-1થી આગળ છે. ચોથી મેચ લખનૌમાં ખરાબ વાતાવરણને કારણે કેન્સલ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આજની મેચ બંને ટીમો માટે નિર્ણાયક બની ગઈ છે. જો ભારત આજની મેચ જીતી જાય છે, તો તે સીરીઝ 3-1થી પોતાના નામે કરી લેશે અને સાથે જ આ ભારતની સતત 14મી T20 ઇન્ટરનેશનલ સીરીઝ જીત હશે. જ્યારે સાઉથ આફ્રિકાની નજર આ મેચ જીતીને સીરીઝને 2-2થી બરાબર કરવા પર રહેશે.

Latest Stories