New Update
/connect-gujarat/media/media_files/2025/08/14/unnamed-2025-08-14-09-45-25.jpg)
પાકિસ્તાનના કરાચીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પર હવાઈ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વૃદ્ધ પુરુષ અને 8 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા હતા, અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાનમાં 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ કરાચીમાં આ ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ છે. હકીકતમાં, બેકાબૂ હવાઈ ગોળીબારમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં એક વૃદ્ધ વ્યક્તિ અને 8 વર્ષની એક માસૂમ બાળકીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગોળીઓથી 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટનાઓ શહેરના વિવિધ ભાગોમાં બની હતી, જ્યાં લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હતા. ઘડિયાળમાં રાત્રીના 12 વાગ્યાની સાથે જ કરાચીનું આકાશ ફટાકડા અને ગોળીબારના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં અંધાધૂંધ ગોળીબાર થયો, જેના કારણે નિર્દોષ લોકોના જીવ ગયા. ગોળીબારમાં 64 લોકો ઘાયલ થયા હતા, અને તેમને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા લોકોની હાલત ગંભીર છે. આ ઘટનાઓ લિયાકતાબાદ, બલદિયા, કોરંગી, કેમારી, લ્યારી, અખ્તર કોલોની, મહમૂદાબાદ, જેક્સન, ઓરંગી ટાઉન અને પાપોશ નગર જેવા વિસ્તારોમાં બની હતી. તો બીજી તરફ, પોલીસે લોકોને સલામત રીતે ઉજવણી કરવાની અપીલ કરી છે.
Latest Stories