ટી20 વર્લ્ડકપ 2026 : બીજી સેમીફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ટોસ જીતીને ઈંગ્લેન્ડે ભારતને પહેલા બેટિંગ આપી હતી. ભારતે

New Update
scsss

ટી20 વર્લ્ડકપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ટોસ જીતીને ઈંગ્લેન્ડે ભારતને પહેલા બેટિંગ આપી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા પહાડી સ્કોર ક્યો હતો.

T20 World Cup 2026 ના બીજા સેમિફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે એક રોમાંચક અને હાઈ સ્કોરિંગ મુકાબલામાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી દીધી છે. આ મુકાબલો ક્રિકેટ પ્રેમીઓ માટે અત્યંત ઉત્સાહજનક રહ્યો હતો, જેમાં બંને ટીમોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. અંતે ભારતે માત્ર 7 રનની નાજુક લીડ સાથે જીત મેળવી અને હવે ફાઇનલમાં તેનો સામનો ન્યુઝીલેન્ડ સાથે થવાનો છે.

આ સેમિફાઇનલ મુકાબલામાં ભારતે પહેલું બેટિંગ કરતાં જ રનનો વરસાદ કર્યો હતો. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 253 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જે ટી20 વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલામાં બનાવાયેલ સૌથી મોટો સ્કોર માનવામાં આવે છે. આ ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી અને શરૂઆતથી જ ઇંગ્લેન્ડના બોલરો પર દબાણ બનાવ્યું હતું.

Latest Stories