/connect-gujarat/media/post_banners/093591151564c9033091e806ffbb68d33a47a3bd4c19e517892702076c49008f.webp)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં વિપક્ષે રાજધાનીમાં રેલી બોલાવી છે. આને INDIA ગઠબંધનની તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. આ રેલીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, લાલુ યાદવ, મમતા બેનર્જી, ફારૂક અબ્દુલ્લા, એમકે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ સહિત લગભગ 27-28 પક્ષોના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.
કોંગ્રેસે શનિવારે કહ્યું કે અહીંના રામલીલા મેદાનમાં વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (INDIA)ની 'સેવ ડેમોક્રેસી રેલી'નો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિની રક્ષા કરવાનો નથી, પરંતુ બંધારણ અને લોકશાહીને બચાવવાનો છે.વિરોધ પક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે, રવિવારની રેલી લોક કલ્યાણ માર્ગ (જ્યાં વડા પ્રધાનનું નિવાસસ્થાન આવેલું છે)ને "મજબૂત સંદેશ" મોકલશે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળી સરકારનો સમય પૂરો થઈ ગયો છે. રેલી સંદર્ભે પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ રેલીને સંબોધિત કરશે.