ભારતે તેની પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક Nafithromycin વિકસાવી, કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક થશે સાબિત

ભારતે તેની પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક Nafithromycin વિકસાવી છે. આ દવા ખાસ કરીને શ્વસન ચેપના દર્દીઓ માટે અસરકારક છે. વધુમાં તે કેન્સર અને

New Update
dva

ભારતે તેની પ્રથમ સ્વદેશી એન્ટિબાયોટિક Nafithromycin વિકસાવી છે. આ દવા ખાસ કરીને શ્વસન ચેપના દર્દીઓ માટે અસરકારક છે. વધુમાં તે કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓ માટે અસરકારક સાબિત થશે. વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ પહેલી દવા છે જેનો સંપૂર્ણ ખ્યાલ, વિકાસ અને ક્લિનિકલ ટ્રાયલ ભારતમાં હાથ ધરવામાં આવ્યા છે.

આ સંશોધન અહેવાલ પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ 'New England Journal of Medicine' પ્રકાશિત થયો છે, જે ભારતની આંતરરાષ્ટ્રીય સંશોધન ક્ષમતાઓને વધુ માન્યતા આપે છે.

આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું છે. ભારતે અત્યાર સુધીમાં 10,000થી વધુ માનવ જીનોમનું ક્રમાંકન (Human Genome Sequenced) કર્યું છે અને આગામી તબક્કામાં આ સંખ્યાને 10 લાખ સુધી વધારવાનો લક્ષ્યાંક છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતના જનીન ઉપચારના ટ્રાયલ્સ (Gene Therapy Trials) માં 60 થી 70 ટકા સફળતા દર પ્રાપ્ત થયો છે અને કોઈ પણ દર્દીને રક્તસ્ત્રાવનો અનુભવ થયો નથી, જે તબીબી સંશોધન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

Latest Stories