/connect-gujarat/media/post_banners/4d8f3e047a1d8e29c7e4ee28d3ca25c79b7f3e6dbdf0912884d4d83318dfb5d9.webp)
પશ્ચિમ એશિયામાં ભારતના વધતા પ્રભાવનો ઉલ્લેખ કરતા અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન ફોરેન પોલિસીએ કહ્યું છે કે, વિવિધ દેશો સાથે ભારતના સંબંધોમાં પરિવર્તનની સ્પષ્ટ ઝલક જોવા મળી રહી છે. મેગેઝીને ભારત પ્રત્યે સાઉદી અરેબિયા અને UAEના વલણમાં આવેલા પરિવર્તનને પણ નોંધપાત્ર ગણાવ્યું છે. કારણ કે, સાઉદી લાંબા સમયથી પાકિસ્તાનની નજીક છે.
વૈશ્વિક મુદ્દાઓનું વિશ્લેષણ કરતી અમેરિકાની પ્રતિષ્ઠિત મેગેઝિન 'ફોરેન પોલિસી'એ પશ્ચિમ એશિયામાં ભારતની મજબૂત સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. તેના લેખમાં, મેગેઝિને છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં ભારતની બદલાતી સ્થિતિને એક રસપ્રદ ભૌગોલિક રાજકીય વિકાસ તરીકે વર્ણવ્યું છે. આ લેખમાં ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિત આ ક્ષેત્રના મુખ્ય દેશો સાથે ભારતના ગાઢ સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતનો ઉદય આ દેશોની ઈચ્છા અને બદલાતી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને નવા બહુધ્રુવીય વિશ્વનો લાભ લેવાની તેમની આતુરતા દર્શાવે છે. લેખક સ્ટીવન એ. કૂક કહે છે કે, યુએસ હવે આ ક્ષેત્રમાં નિર્વિવાદ વર્ચસ્વનો ઉપયોગ કરવાની સ્થિતિમાં નથી. ઉપરાંત, જ્યાં સુધી ભારત વિસ્તરણના માર્ગ પર છે, ત્યાં સુધી ચીન અને રશિયા પણ આવું કરવાની સ્થિતિમાં નહીં હોય. કુકે 10 વર્ષ પહેલાની તેમની ભારત મુલાકાતના અનુભવોની તુલના વર્તમાન પરિસ્થિતિ સાથે પણ કરી છે. તેમણે કહ્યું કે, તે સમયે ભારત પશ્ચિમ એશિયામાં મોટી ભૂમિકા ભજવવા માટે આશ્ચર્યજનક રીતે તૈયાર ન હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. સાઉદી અરેબિયા અને યુએઈના ભારત પ્રત્યેના વલણમાં આવેલા ફેરફારને પણ લેખમાં નોંધનીય ગણાવાયો છે. કારણ કે, સાઉદી લાંબા સમયથી પાકિસ્તાનની નજીક છે. તેમણે ભારતીય કંપનીઓ દ્વારા વિવિધ દેશોમાં કરવામાં આવતા રોકાણને પણ મોટા ફેરફારોમાં ગણાવ્યા છે.