સ્પેસ મિશન માટે ભારતે તેના મુખ્ય અવકાશયાત્રીની કરી પસંદગી

દેશ | સમાચાર ,ભારત-યુએસ સ્પેસ મિશન માટે ભારતે તેના મુખ્ય અવકાશયાત્રીની પસંદગી કરી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનના મુખ્ય અવકાશયાત્રી હશે.

Nair-Shubhanshu
New Update

ભારત-યુએસ સ્પેસ મિશન માટે ભારતે તેના મુખ્ય અવકાશયાત્રીની પસંદગી કરી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનના મુખ્ય અવકાશયાત્રી હશે. ઈસરોએ શુક્રવારે 2 ઓગસ્ટે કહ્યું કે કેપ્ટન પ્રશાંત નાયરની પણ આ મિશન માટે પસંદગી કરવામાં આવી છે. તે બેકઅપ તરીકે તેનો ભાગ બનશે.

શુભાંશુ ક્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) જશે તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો કે આ મહિનાના પહેલા અઠવાડિયાથી બંનેની ટ્રેનિંગ શરૂ થશે. ISROએ જણાવ્યું હતું કે હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર (HSFC) એ ISS પર તેના આગામી Axiom-4 મિશન માટે યુએસ સ્થિત Axiom Space સાથે સ્પેસ ફ્લાઇટ એગ્રીમેન્ટ (SFA)માં પ્રવેશ કર્યો છે.ઈસરોએ કહ્યું, '4 ગગનયાત્રીમાંથી નેશનલ મિશન એસાઈનમેન્ટ બોર્ડે શુભાંશુ અને પ્રશાંતની પસંદગી કરી છે. ભારત-યુએસ સ્પેસ મિશન કરાર ભારતને તેના આગામી ગગનયાન મિશનને પૂર્ણ કરવામાં મદદ કરશે.

Here are a few more articles:
Read the Next Article