/connect-gujarat/media/media_files/2025/07/17/css-2025-07-17-10-19-57.png)
ઓપરેશન સિંદૂર દરમિયાન ચોક્કસ હુમલાઓ દ્વારા દુશ્મનના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવનાર ભારતીય સેનાના એર ડિફેન્સ યુનિટે લદ્દાખના સૌથી ઊંચા પર્વતીય પ્રદેશમાં આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
આકાશ પ્રાઇમ 15 હજાર ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરી શકાય છે. તે લગભગ 25-30 કિલોમીટરના અંતરે સ્થિત લક્ષ્યને નિશાન બનાવી શકે છે. સફળ પરીક્ષણથી ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ પણ મળ્યો છે કે ભારતીય સેના સતત મજબૂત બની રહી છે. લદ્દાખમાં ભારે ઠંડી, ઓછા ઓક્સિજનમાં સ્વદેશી રીતે વિકસિત આકાશ પ્રાઇમ મિસાઇલોએ 15 હજાર ફૂટથી હવામાં ઝડપથી ઉડતા બે લક્ષ્ય વિમાનોને તોડી પાડ્યા હતા. આ નવી સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમનું સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને એર ડિફેન્સ યુનિટ દ્વારા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ સિસ્ટમ DRDO દ્ધારા વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ લદ્દાખના પડકારજનક હવામાનમાં સચોટ પ્રહાર કરવા સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં તેને દુશ્મનના હવાઈ પડકારોનો સામનો કરવા માટે મેદાનમાં લાવવામાં આવશે.