ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વડોદરાના એરફોર્સ સ્ટેશન પર થયું લેન્ડ

New Update
ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વડોદરાના એરફોર્સ સ્ટેશન પર થયું લેન્ડ

ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બુધવારે વડોદરાના એરફોર્સ સ્ટેશન પર લેન્ડ થયું. આ વિમાનને ગ્રુપ કેપ્ટન પીએસ નેગી ઉડાવી રહ્યા હતા. આ પહેલા આ પ્લેનને બહેરીનમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. ત્યાંથી તે વડોદરા પહોંચ્યું હતું. IAF અધિકારીઓએ જણાવ્યું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ 25 સપ્ટેમ્બરે દિલ્હી નજીક હિંડન એરબેઝ પર આયોજિત એક સમારોહમાં ઔપચારિક રીતે એરક્રાફ્ટને ભારતીય વાયુસેનામાં સામેલ કરશે. કુલ 56 એરક્રાફ્ટને IAFમાં સામેલ કરવામાં આવશે અને તેમાંથી 40નું નિર્માણ ટાટા-એરબસ જોઈન્ટ વેન્ટર્ચર (Tata-Airbus joint venture) દ્વારા ભારતમાં કરવામાં આવશે.

આ પહેલા ભારતીય વાયુસેનાનું પ્રથમ C-295 પરિવહન વિમાન ગયા શનિવારે એટલે કે 16 સપ્ટેમ્બરે સ્પેનથી ભારત માટે રવાના થયું હતું. આ પછી પ્લેન માલ્ટા, ઈજિપ્ત અને બહેરીનમાં રોકાઈને વડોદરા પહોંચ્યું હતું. એર ચીફ માર્શલ વી.આર ચૌધરીએ આ એરક્રાફ્ટનું સ્વાગત કર્યું હતું.