ભારતીય વાયુસેનાના IAF C-130J એરક્રાફ્ટે નાઈટ વિઝન ગોગલ્સની મદદથી કર્યું લેન્ડિંગ

ભારતીય વાયુસેનાના IAF C-130J એરક્રાફ્ટે નાઈટ વિઝન ગોગલ્સની મદદથી કર્યું લેન્ડિંગ
New Update

ભારતીય વાયુસેનાના નામે વધુ એક વિશેષ સિદ્ધિ નોંધાઈ છે. વાત જાણે એમ છે કે, ભારતીય વાયુસેનાના IAF C-130J એરક્રાફ્ટે પૂર્વીય ક્ષેત્રમાં અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ લેન્ડિંગની એટલા માટે ચર્ચા થઈ રહી છે કારણ કે તે નાઈટ વિઝન ગોગલ્સની મદદથી લેન્ડ થયું છે. મહત્વનું છે કે, આ પહેલી વાર નથી કે જ્યારે ભારતીય વાયુસેનાના નામે વિશેષ સિદ્ધિ નોંધાઈ હોય.

આ પહેલા પણ આ એરક્રાફ્ટ નાઈટ વિઝન ગોગલ્સની મદદથી લેન્ડ થઈ ચૂક્યું છે. આ સફળતા 29 એપ્રિલ 2023ના રોજ મળી હતી. ત્યારે હિંસા સામે ઝઝૂમી રહેલા સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારતીય વાયુસેનાએ આ સાહસિક ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન હેઠળ, વાયુસેનાના C-130J વિમાને સુદાનની રાજધાની ખાર્તુમથી લગભગ 40 કિલોમીટર ઉત્તરમાં સ્થિત વાડી સૈયદનામાં એક નાની હવાઈ પટ્ટી પર કોઈપણ નેવિગેશનલ સહાય અથવા લેન્ડિંગ લાઇટ વિના ઉતરાણ કર્યું અને ત્યાંથી 121 લોકોને બચાવ્યા હતા.

#ConnectGujarat #Indian Air Forc #IAF C-130J aircraft #vision goggles
Here are a few more articles:
Read the Next Article