ભારતીય સેનાના જવાનોને પાંચ વર્ષ પછી સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગની મળી મંજુરી

ભારતીય સેનાના જવાનોને પાંચ વર્ષ પછી સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગની મંજુરી મળી છે. પરંતુ શરત એ છે કે તેઓ તેનો ઉપયોગ ફક્ત વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે.

New Update
cssc

ભારતીય સેનાના જવાનોને પાંચ વર્ષ પછી સોશિયલ મીડિયા એપ્સના ઉપયોગની મંજુરી મળી છે. પરંતુ શરત એ છે કે તેઓ તેનો ઉપયોગ ફક્ત વ્યૂ-ઓન્લી મોડમાં કરી શકશે. આર્મીના સૈનિકો અને અધિકારીઓને ઇન્સ્ટાગ્રામ પર સોશિયલાઇઝિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, અને તેમને સામાન્ય સોશિયલ મીડિયા યૂજર્સની જેમ કન્ટેન્ટ પોસ્ટ, લાઇક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 

ભારતીય સેનાના સૈનિકોને પાંચ વર્ષ પછી સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે કેટલીક શરતો લાગુ પડે છે. સમાચાર એજન્સી અનુસાર નવી માર્ગદર્શિકા હેઠળ સૈનિકો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ, ફોટા અને વિડિયો જોઈ શકશે, પરંતુ તેમને લાઇક કે કમેન્ટ નહી કરી શકે.એક હિન્દી ન્યૂઝ ચેનલે આ બાબતથી પરિચિત સૂત્રોને ટાંકીને રિપોર્ટ આપ્યો છે કે, ભારતીય સેના દ્વારા લશ્કરી કર્મચારીઓને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા પાછળનો વિચાર તેમની જાગૃતિ વધારવાનો અને કન્ટેન્ટ જોઈને અને તેનું નિરીક્ષણ કરીને માહિતી એકત્રિત કરવાનો છે. સેનાએ આ મર્યાદિત પરવાનગીને 'નિષ્ક્રિય ભાગીદારી' ગણાવી છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેમને કન્ટેન્ટ જોવા સિવાય બીજું કંઈ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.આર્મીને એક ફાયદો એ છે કે સૈનિકો ફર્જી અને ભ્રામક પોસ્ટ્સ સંબંધિત માહિતી તેમના ઉપરી અધિકારીઓ સાથે શેર કરી શકશે. YouTube અને એક્સ જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પોસ્ટ્સ પર પણ સમાન પ્રતિબંધો લાગુ થશે. એક મિડિયા અહેવાલ મુજબ આ પ્લેટફોર્મ્સને ફક્ત "નિષ્ક્રિય ઉપયોગ" માટે જ મંજૂરી આપવામાં આવી છે. ભારતીય સેનાએ સમયાંતરે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જારી કરી છે, અને અગાઉ સુરક્ષા કારણોસર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.

Latest Stories