Connect Gujarat
દેશ

ભારતીય સેનાની તાકાત થશે ડબ્બલ, નવા 97 અતિરેક્ત તેજસ વિમાન ખરીદશે, 156 પ્રચંડ લડાકું હેલીકોપ્ટર ખરીદવાની મળી મંજૂરી

ભારતીય સેનાની તાકાત થશે ડબ્બલ, નવા 97 અતિરેક્ત તેજસ વિમાન ખરીદશે, 156 પ્રચંડ લડાકું હેલીકોપ્ટર ખરીદવાની મળી મંજૂરી
X

ભારતીય સૈન્ય અને રક્ષા ઉત્પાદનો માટે મોટા પાયે વધારો કરવા માટે રક્ષા ખરીદ બોર્ડે નવા 97 અતિરેક્ત તેજસ વિમાન અને 156 પ્રચડ લડાકું હેલીકોપ્ટર ખરીદવાની મંજૂરી આપી દીધી છે. બંન્ને વિમાન સ્વેદેશી રૂપથી બનાવવામા આવશે. જેની કિંમત લગભગ 1.1 લાખ કરોડ રૂપિયા છે. તેજસ માર્ક 1 એ લડાકુ વિમાનોને ભારતીય વાયુ સેનાની સાથે સાથે હેલિકોપ્ટર થલ સેના માટે પણ ખરીદવામાં આવી રહ્યાં છે.

રક્ષા ખરીદ પરિષદએ કેટલાક સોદાઓને મંજૂરી આપી છે તેમજ કુલ કિંમત લગભગ 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અનુમાન છે. આ સૌદામાં મંજૂરી મળવાની સાથે સાથે આ ભારતના ઈતિહાસમાં સ્વદેશી નિર્માતાઓ સૌથી મોટો ઓર્ડર મળવાનો છે. આપને જણાવી દઈએ કે, ભારતીય વાયુ સેના દ્વારા સ્વદેશી રૂપથી વિકસિત તેજસ વિમાનોની સંખ્યા હવે 180 થઈ જશે. ફેબ્રુઆરી 2021માં રક્ષા મંત્રાલયએ ભારતીય વાયુસેના માટે 86 તેજસ એમકે 1એ વિમાનોની ખરીદી માટે સરકાર સંચાલિત હિન્દુસ્થાન એયરનોટિક્સ લિમિટેડ સાથે 48000 કરોડ રૂપિયાનો સૌદો કર્યો હતો.

ભારત સરકાર દ્વારા લગભગ 40,000 કરોડ રૂપિયાના ખર્ચે બીજા પણ સ્વદેશી વિમાન પોતના નિર્માણ માટે ભારતીય નૌસેનાના પ્રસ્તાવ પર સકારાત્માક રૂપથી વિચાર કરવામાં આવી રહ્યો છે. આ એક મોટો કદમ ગણાવામાં આવી રહ્યો છે. સૂત્રો પાપ્ત માહિતી મુજબ રક્ષા મંત્રાલયની મુખ્ય સંસ્થા રક્ષા ખરીદ બોર્ડે મહત્વકાંક્ષી પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેનાથી સરકારના બીજા સ્વદેશી વિમાન વાહક પોત માટે તૈયાર કરવાનો સંકેત મળે છે. જે આઈએસી-2 નામથી ઓળખાય છે. સૂત્રોએ કહ્યું કે, ખરીદ પ્રસ્તાવ જલ્દીથી રક્ષા મંત્રાલય સંબંધી મુખ્ય સંસ્થા ખરીદ પરિષદ સામે રાખવામાં આવશે

Next Story