ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન પર જશે, નાસાએ આપી માહિતી

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં એક્સિઓમ મિશન 4 હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈ શકે છે. આ મિશનમાં, ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ

New Update
shudhanshu

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં એક્સિઓમ મિશન 4 હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈ શકે છે.

Advertisment

 

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં એક્સિઓમ મિશન 4 હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈ શકે છે. આ મિશનમાં, ચાર દેશોના ચાર અવકાશયાત્રીઓ 14 દિવસ માટે સ્પેસ સ્ટેશન પર જવાના છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ એક અપડેટમાં આ માહિતી જણાવી છે.

નાસા અને ઇસરો વચ્ચેના કરાર હેઠળ, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ ઈન્ડિયન એરફોર્સમાં અધિકારી છે. શુભાંશુ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય અને અવકાશમાં જનાર બીજા ભારતીય બનશે. આ પહેલા રાકેશ શર્માએ 1984માં સોવિયેત યુનિયનના અવકાશયાનમાં અંતરિક્ષની યાત્રા કરી હતી.
Advertisment
Latest Stories