ભારતીય કોસ્ટ ગાર્ડના ચીફ રાકેશ પાલનું ચેન્નાઈમાં હાર્ટ એટેકથી થયું નિધન

Featured | દેશ | સમાચાર , ભારતીય કોસ્ટ ગાર્ડના ચીફ રાકેશ પાલનું ચેન્નાઈમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ
New Update

ભારતીય કોસ્ટ ગાર્ડના ચીફ રાકેશ પાલનું ચેન્નાઈમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલીક નવી સુવિધાઓના ઉદ્ઘાટન માટે તેમણે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાકેશ પાલને જુલાઈ 2023 માં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના 25મા મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

 INS Adyar બોર્ડ પર જ્યારે તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહની ચેન્નાઈની મુલાકાતની તૈયારીઓ વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો. તેમને લગભગ 2.30 વાગ્યે રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) DGના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું તેઓ એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી હતા, જેમના નેતૃત્વમાં ICG ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવામાં ઘણી પ્રગતિ કરી રહ્યું હતું. તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. 

Here are a few more articles:
Read the Next Article