/connect-gujarat/media/media_files/2025/02/19/hIBIGtHtlrx6Rq1xGhk3.jpg)
IND vs NZ T20 World Cup Final: અમદાવાદમાં યોજાનાર ક્રિકેટના મોટા મુકાબલાને ધ્યાનમાં રાખીને રેલવેએ મુસાફરો માટે ખાસ તૈયારીઓ કરી છે. ચાહકોની વધતી જતી ભીડને સમાવવા માટે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં ક્રિકેટનો ક્રેઝ જબરજસ્ત ચાલી રહ્યો છે. દોઢસો કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં ક્રિકેટની રમત મોટા ભાગના લોકોની પ્રિય બની ગઇ છે. આ દિવસોમાં ભારતમાં ટી20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. ગઈકાલે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે 7 રનથી જીત મેળવી અને ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું. ફાઇનલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, 1 લાખ લોકો મેચને મેદાનમાં લાઇવ જોઇ શકે છે. ભારતમાં યોજાઈ રહેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ફાઇનલ મેચ કોઇ પણ મીસ કરવા નથી માગતુ. દેશભર અને વિદેશમાંથી ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોચવાના છે જેમની મુસાફરીને ધ્યાને લઇ ભારતીય રેલ્વેએ ક્રિકેટ ચાહકોને મોટી ભેટ આપી છે. રેલવેએ ફાઇનલ માટે ખાસ ટ્રેનોની જાહેરાત કરી છે.અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ વધતા મુસાફરોના ટ્રાફિકને સંભાળવા માટે ખાસ તૈયારીઓ કરી છે. આના ભાગ રૂપે તેમણે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનો ખાસ ભાડા પર દોડશે, જેનાથી ચાહકો અને મુસાફરોને વધારાના મુસાફરી વિકલ્પો મળશે.અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો પહોચવાના છે. આને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે બે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન નં. 09027/09028 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ
આ તેજસ સ્પેશિયલ ટ્રેન 7 માર્ચ 2026 ના શનિવારના મુંબઈ સેન્ટ્રલથી રાત્રે 11:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નં. 09028 સોમવાર 9 માર્ચ, 2026 ના સવારે 3:00 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને સવારે 11:15 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. મુસાફરી દરમિયાન ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. મુસાફરોની સુવિધા માટે ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર જેવા પ્રીમિયમ કોચ સ્થાપિત કરવામાં આવશે.
ટ્રેન નં. 09021/09022 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ
બીજી સ્પેશિયલ ટ્રેન 8 માર્ચ 2026 ના મુંબઈ સેન્ટ્રલથી સવારે 6:20 વાગ્યે ઉપડશે અને બપોરે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નં. 09022 અમદાવાદથી બપોરે 3:10 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર પણ રોકાશે. મુસાફરોને વધુ સારો અનુભવ આપવા માટે વિસ્ટાડોમ, એક્ઝિક્યુટિવ અનુભૂતિ, એક્ઝિક્યુટિવ ચેર કાર અને એસી ચેર કાર જેવા આધુનિક કોચ ઉમેરવામાં આવ્યા છે.