ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ સેશનમાં ઉછાળો, સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં ઉછાળા સાથે શરૂઆત
BY Connect Gujarat Desk30 Nov 2022 4:06 AM GMT

X
Connect Gujarat Desk30 Nov 2022 4:06 AM GMT
ભારતીય શેરબજાર આ અઠવાડિયે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ઘટાડા અને દબાણ છતાં ભારતીય રોકાણકારો આશાથી ભરપૂર દેખાઈ રહ્યા છે અને તેમનો સંપૂર્ણ જોર ખરીદી પર છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62681.84ની સામે 61.63 પોઈન્ટ વધીને 62743.47 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18618.05ની સામે 7.65 પોઈન્ટ વધીને 18625.7 પર ખુલ્યો હતો.
અગાઉના સત્રમાં સેન્સેક્સ 177 પોઈન્ટ વધીને 62,682 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 55 પોઈન્ટ વધીને 18,618 પર પહોંચ્યો હતો.
Next Story