ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 21.89 પોઈન્ટ, નિફ્ટી 17800 ને પાર

New Update
ભારતીય શેરબજારમાં ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 21.89 પોઈન્ટ, નિફ્ટી 17800 ને પાર

વિશ્વભરના શેરબજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં શરૂઆત ફ્લેટ રહી છે.

સેન્સેક્સ 21.89 પોઈન્ટ અથવા 0.04% ઘટીને 60,278.69 પર અને નિફ્ટી 9.30 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 17,804.30 પર હતો. લગભગ 1152 શેર વધ્યા, 643 શેર ઘટ્યા અને 93 શેર યથાવત.

બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, બજાજ ફિનસર્વ, યુપીએલ અને બીપીસીએલ નિફ્ટીમાં ટોપ ગેઈનર હતા, જ્યારે એચડીએફસી લાઇફ, ઓએનજીસી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ડિવિસ લેબ્સમા મંદીની ચાલ જોવા મળી છે.

શરૂઆતી કારોબારની વાત કરીએ તો મોટી કંપનીઓના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સવારે 09:20 વાગ્યે સેન્સેક્સની 30માંથી 16 કંપનીઓના શેર લાલ નિશાનમાં હતા. TCS અને HDFC શરૂઆતના વેપારમાં સૌથી વધુ નુકસાનકર્તા છે. એક્સિસ બેંક, ICICI બેંક, SBI સહિત તમામ મોટા બેંકિંગ અને નાણાકીય શેરો પણ ખોટમાં છે.

Latest Stories