Connect Gujarat
દેશ

એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતની મહિલા બોક્સરનો દબદબો, 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો

એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતની મહિલા બોક્સરનો દબદબો છવાયો

એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતની મહિલા બોક્સરનો દબદબો, 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો
X

એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતની મહિલા બોક્સરનો દબદબો છવાયો છે. ભારતની ચાર મહિલા બોક્સરે 4 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે. ભારતની લવલીના બોરહેગન, પરવીન હૂડા, સ્વીટી અને અલ્ફિયાએ બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો મિનાક્ષીએ સિલ્વર મેડલ જીત્યો છે.

એશિયન ચેમ્પિયનશીપમાં ભારતની ચાર મહિલા ખેલાડીઓએ ગોલ્ડ જીત્યો હતો. પરવીને ફાઈનલમાં જાપાનીઝ બોક્સરને 5-0થી હરાવીને ટાઈટલ જીત્યું હતુ. હૂડાએ એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતીને વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. 63 કિગ્રા વજન વર્ગમાં પરવીનના દેખાવને કારણે ભારતને ખુશ રહેવાની તક મળી છે. જાપાનીઝ બોક્સર કીટો માઈ તેની વેઈટ કેટેગરીમાં વિશ્વની ચોથી ક્રમાંકિત મહિલા બોક્સર છે, જ્યારે પરવીન પ્રથમ સીડેડ બોક્સર છે. મેચની શરૂઆતમાં બંનેએ આક્રમક વલણ અપનાવ્યું હતું, પરંતુ પરવીનની રમત ઘણી સારી હતી. પરવીને પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવ્યા બાદ જાપાનીઝ બોક્સરને પુનરાગમન કરવાની કોઈ તક આપી નહતી અને આસાનીથી મેચ જીતી લીધી હતી. પરવીને ત્રીજા રાઉન્ડમાં કરેલા અપર કટ ખાસ જોવાલાયક હતા.

Next Story