/connect-gujarat/media/media_files/2025/01/15/Ac6yTRA3I0pQgvUD1PFg.jpg)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. તેમણે ODI ક્રિકેટમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે વિસ્ફોટક સદી ફટકારી હતી. પ્રતિકાએ 154 રનની ઇનિંગ રમી હતી. આ રીતે ભારતે આયર્લેન્ડને 436 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. આ દરમિયાન સ્મૃતિ મંધાના અને પ્રતિકા ઓપનિંગ કરવા આવ્યા હતા. પ્રતિકા રાવલે 154 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મંધાનાએ 135 રનની ઇનિંગ રમી હતી. રિચા ઘોષે 59 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 10 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડને 436 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આયર્લેન્ડની ટીમ 31.4 ઓવરમાં 131 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.