Connect Gujarat
દેશ

ભારતીયોને મળશે હવે ચિપ ધરાવતા નવા પાસપોર્ટ, 140 દેશમાં મિનિટોમાં થશે ઇમિગ્રેશન.....

પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0 નામની આ યોજના હેઠળ તમામ નવા પાસપોર્ટમાં આ ચિપ હશે.

ભારતીયોને મળશે હવે ચિપ ધરાવતા નવા પાસપોર્ટ, 140 દેશમાં મિનિટોમાં થશે ઇમિગ્રેશન.....
X

દેશમાં હવે તમામ લોકોને આગામી 2 મહિનામાં ઇ પાસપોર્ટ મળવાનું શરૂ થઈ જશે. ચિપ ધરવતા નવા પાસપોર્ટના તમામ ટેકનિકલ પરીક્ષણ પૂરા થઈ ગયા છે. નાસિક સ્થિત ઇંડિયન સિક્યોરિટી પ્રેસમાં પહેલા વર્ષે 70 લાખ ઇ પાસપોર્ટની બ્લેન્ક બુકલેટ છપાઈ રહી છે. આ પ્રેસમાં ચિપથી સજ્જ 4.5 કરોડ પાસપોર્ટ છાપવાનો ઓર્ડર મળ્યો છે. 41 એડ્વાન્સ ફીચર ધરાવતા આ પાસપોર્ટમાં આઇસીએઓ તમામ માપદંડો પૂરા કરે છે. તેના થકી 140 દેશના એરપોર્ટ પર ઇમિગ્રેશનની પ્રક્રિયા ગણતરીની મિનિટોમાં પૂરી થઈ જશે. દેખાવમાં આ સામાન્ય પાસપોર્ટ જેવો જ છે.

ફક્ત બુકલેટ વચ્ચે કોઈ પેજ પર રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટીફિકેશન ચિપ અને છેલ્લે નાનકડું ફોલ્ડેબલ એંટેના રહેશે. આ છીપમાં આવતી બાયોમેટ્રીક ડિટેલ અને તે તમામ બાબત હશે. જે બુકલેટમાં પહેલેથી છે. પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0 નામની આ યોજના હેઠળ તમામ નવા પાસપોર્ટમાં આ ચિપ હશે. જૂની બુક લેટ રીઇસ્યુ વચ્ચે ઇ પાસપોર્ટમાં અપગ્રેડેશનનો ઓપસન મળશે. તે વખતે જૂનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. દુનિયામાં એક સમાન પાસપોર્ટની તૈયારી માટે આ ઇ પાસપોર્ટ જરૂરી છે.

Next Story