Connect Gujarat
દેશ

આજે દેશના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરનું થશે ઉદઘાટન, સિડની ઓપેરા હાઉસ કરતાં દોઢ ગણું મોટું...

આજે દેશના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરનું થશે ઉદઘાટન, સિડની ઓપેરા હાઉસ કરતાં દોઢ ગણું મોટું...
X

દિલ્હીના પ્રગતિ મેદાનમાં આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશિન કમ કન્વેન્શન સેન્ટર (IECC) પરિસરનું આજે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાનના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમાં જણાવાયું કે આ કન્વેન્શન સેન્ટર દુનિયાના અગ્રણી એક્ઝિબિશન અને સંમેલન પરિસર પૈકી એક હશે.

આ પરિસરમાં જ સપ્ટેમ્બરમાં G-20 દેશોના નેતાઓની બેઠક પ્રસ્તાવિત છે. પીએમઓ વતી જાહેર કરાયેલા નિવેદન અનુસાર આ પ્રોજેક્ટ પાછળ લગભગ 2700 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તેને એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસિત કરાયો છે. લગભગ 123 એકરના પરિસર ક્ષેત્રની સાથે IECCને ભારતના સૌથી મોટા MICE(બેઠક, પ્રોત્સાહન, સંમેલન અને એક્ઝિબિશન) ડેસ્ટિનેશન તરીકે વિકસાવાયું છે.

આ ઈમારતનો આકાર શંખ જેવો છે. તેના બંને હૉલમાં 7000 લોકો અને એમ્ફીથિયેટરમાં 3000 લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે. જ્યારે સિડનીના ઓપેરા હાઉસની બેઠક ક્ષમતા 5500 જ છે.

Next Story