ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ થયું જાહેર

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ જાહેર થયું છે. Sundar Pichaiના ભારત પ્રવાસ દરમિયાન ગૂગલે આગામી પાંચ વર્ષમાં અંદાજે 15 અબજ ડોલર

New Update
csssc

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ જાહેર થયું છે. Sundar Pichaiના ભારત પ્રવાસ દરમિયાન ગૂગલે આગામી પાંચ વર્ષમાં અંદાજે 15 અબજ ડોલર એટલે કે લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત AI Impact Summit પહેલા કરવામાં આવી હતી, જ્યાં પિચાઈ સાથે Demis Hassabis પણ હાજર છે. બંને ટેક નેતાઓએ સ્પષ્ટ કર્યું કે ભારતને વૈશ્વિક AI હબ બનાવવા માટે આ રોકાણ મહત્વપૂર્ણ સાબિત થશે 

પિચાઈએ ભારતના PM મોદી સાથે પણ મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI ઇનોવેશન અને ટેકનોલોજી સહકાર અંગે ચર્ચા થઈ. ગૂગલનું આ રોકાણ ભારતના પ્રથમ મોટા AI હબના નિર્માણ માટે કરવામાં આવશે, જેમાં સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનનારા મેગા AI ડેટા સેન્ટરનો છે.

આ ડેટા સેન્ટર માત્ર એક ઇમારત નહીં પરંતુ AI મોડલ ટ્રેનિંગ, ક્લાઉડ સર્વિસ અને હાઈ-પાવર કમ્પ્યુટિંગ માટેનું કેન્દ્ર બનશે. અહીંથી ભારત સહિત એશિયા અને આફ્રિકાના અનેક દેશોને AI સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડેટા હવે અમેરિકા અથવા યુરોપ મારફતે પસાર થવાને બદલે સીધો પ્રોસેસ થઈ શકશે, જેના કારણે સ્પીડમાં વધારો અને ખર્ચમાં ઘટાડો થશે.

Google ભારતને વૈશ્વિક ડિજિટલ નકશામાં કેન્દ્રસ્થાને લાવવા માટે અંડરસી ઇન્ટરનેટ કેબલ પણ બિછાવશે. આ નવા કેબલ્સ ભારતને સિંગાપુર, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે સીધો જોડશે. પરિણામે એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકા સુધી AI સર્વિસ વધુ ઝડપી બની શકશે. ઇન્ટરનેટ ટ્રાફિક માટેનો માર્ગ ટૂંકો બનવાથી ડેટા ટ્રાન્સફરમાં ક્રાંતિ આવશે.

Latest Stories