IPL 2025 મેગા ઓક્શન, સનરાઇઝર્સ હૈદરાબાદે હર્ષલ પટેલને 8 કરોડમાં ખરીદ્યો

2024ની IPLનો ભાગ રહેલા મૂળ ગુજરાતી હર્ષલ પટેલ 2025ની આઈપીએલમાં પણ રમતો દેખાશે. સાઉદી અરેબિયામાં ચાલી રહેલી IPL 2025 મેગા ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે હર્ષલ

New Update
harsal
Advertisment

2024ની IPLનો ભાગ રહેલા મૂળ ગુજરાતી હર્ષલ પટેલ 2025ની આઈપીએલમાં પણ રમતો દેખાશે. સાઉદી અરેબિયામાં ચાલી રહેલી IPL 2025 મેગા ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે હર્ષલ પટેલને 8 કરોડમાં ખરીદ્યો છે. જમણા હાથના ફાસ્ટ બોલરે તેની કિલર બોલિંગથી આઈપીએલ સ્ટેજ પર પોતાની ઓળખ બનાવી છે. આ લીગમાં તેના જોરદાર પ્રદર્શનને કારણે તે ટીમ ઈન્ડિયામાં પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હર્ષલને ખરીદવાની હોડ લાગી હતી. શરુઆતમા હર્ષલ પર 6.75 કરોડની બોલી લાગી હતી ગુજરાત ટાઇટન્સે પીછેહઠ કરી અને SRH એ રૂ. 6.75 કરોડની બોલી લગાવીને બિડિંગ પૂરી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આ દરમિયાન પંજાબ કિંગ્સે આરટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેને ટીમમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે સનરાઇઝર્સે 8 કરોડ રૂપિયાનો જુગાર રમીને દાવ જીતી લીધો હતો.

Latest Stories