Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: લખનઉ સુપર જાયન્ટસે પંજાબની હરાવ્યું, LSGના બોલરોની શાનદાર બોલિંગ

IPL: લખનઉ સુપર જાયન્ટસે પંજાબની હરાવ્યું, LSGના બોલરોની શાનદાર બોલિંગ
X

લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં તેમની પ્રથમ જીત મેળવી છે. વર્તમાન સિઝનની 11મી મેચમાં ટીમે પંજાબ કિંગ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર 21 રનથી હરાવ્યું હતું.શનિવારે અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 178 રન જ બનાવી શકી હતી.

શિખર ધવન 50 બોલમાં 70 રન બનાવીને આઉટ થયો હતો અને જોની બેયરસ્ટો 29 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. 21 વર્ષના ફાસ્ટ બોલર મયંક યાદવે ડેબ્યૂ મેચમાં 3 વિકેટ લીધી હતી જ્યારે મોહસીન ખાને 2 વિકેટ લીધી હતી. મયંકે આ મેચમાં 156 KMPHની ઝડપે બોલ ફેંક્યો હતો. જે સિઝનનો સૌથી ઝડપી બોલ હતો.LSG તરફથી ક્વિન્ટન ડી કોકે 38 બોલમાં 54 રનની અડધી સદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન નિકોલસ પૂરને 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ 22 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા

Next Story