New Update
/connect-gujarat/media/post_banners/6ff7add0a9ccffe2db9f70fde453b1b24dd011bb06296b1ba4a4266f069491e4.webp)
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેના ગગનયાન મિશનની તૈયારી લગભગ પૂર્ણ કરી લીધી છે. ગગનયાન મિશન હેઠળ TV-D1 તેના પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ માટે આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરે ઉડાન ભરશે. જે સવારે આઠ વાગ્યે શ્રીહરિકોટાથી રવાના થશે.
પ્રોગ્રામ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રથમ ટેસ્ટ ફ્લાઇટના પરિણામોના આધારે અન્ય પરીક્ષણો હાથ ધરવામાં આવશે. આ સમય દરમિયાન ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરવામાં આવશે. જેમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ પણ સામેલ છે. ગગનયાનના આ ભાગનો ઉપયોગ ત્રણ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે કરવામાં આવશે.ISRO ત્રણ દિવસના ગગનયાન મિશન માટે પૃથ્વીની 400 કિમીની નીચી ભ્રમણકક્ષા પર માનવોને અવકાશમાં મોકલવાનું અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનું લક્ષ્ય રાખે છે.