Connect Gujarat
દેશ

ઈસરોના અવકાશયાન આદિત્ય-એલ1ને મળી પહેલી મોટી સફળતા, સૂર્યના કિરણોનો પ્રથમ હાઈ એનર્જી એક્સ રે કાઢ્યો

ઈસરોના અવકાશયાન આદિત્ય-એલ1ને મળી પહેલી મોટી સફળતા, સૂર્યના કિરણોનો પ્રથમ હાઈ એનર્જી એક્સ રે કાઢ્યો
X

સૂર્યના રહસ્યો જાણવા નીકળેલા ઈસરોના અવકાશયાન આદિત્ય-એલ1ને પહેલી મોટી સફળતા મળી છે. તેણે સૌર કિરણોનો પ્રથમ હાઇ-એનર્જી એક્સ-રે કાઢ્યો છે. આદિત્ય-એલ1ના હેલ 1ઓએસ કેમેરાએ હાઈ એનર્જી એક્સ રે કાઢ્યો છે. ઈસરોએ મંગળવારે આ વિશે લેટેસ્ટ જાણકારી આપી છે. ઈસરોએ કહ્યું કે આદિત્ય-એલ-1માં રહેલા સ્પેક્ટ્રોમીટરે 1 ઓક્ટોબરે તેના પ્રથમ ઓબ્ઝર્વેશન સમયગાળા દરમિયાન સૌર જ્વાળાઓ ઝડપી હતી.

સોલાર ફ્લેર, અચાનક જ અહીંના વાતાવરણની ચમકતી જ્વાળા છે. આ જ્વાળાઓ રેડિયો, ઓપ્ટિકલ, યુવી ( UV), નરમ એક્સ-રે, સખત એક્સ-રે અને ગામા-કિરણોમાં તમામ તરંગલંબાઇના સ્પેક્ટ્રમનું સર્જન કરે છે.

Next Story