Connect Gujarat
દેશ

જમ્મુ કાશ્મીર : ફરી ટાર્ગેટ કિલિંગની ઘટના આવી સામે, આતંકવાદીઓએ એક પરપ્રાંતિય શ્રમિકની કરી હત્યા

સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. ગુરુવારે જમ્મુ કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા,

જમ્મુ કાશ્મીર : ફરી ટાર્ગેટ કિલિંગની ઘટના આવી સામે, આતંકવાદીઓએ એક પરપ્રાંતિય શ્રમિકની કરી હત્યા
X

સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ફરી વધી છે. ગુરુવારે જમ્મુ કાશ્મીરનાં રાજૌરી જિલ્લામાં આતંકવાદી હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા, જ્યારે સુરક્ષા દળોએ પણ 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તો આ દરમિયાન, ખીણમાં ટાર્ગેટ કિલિંગની બીજી ઘટનાને અંજામ આપવમાં આવ્યો છે. આ વખતે આતંકવાદીઓએ એક પરપ્રાંતિય શ્રમિકની હત્યા કરી નાખી છે. આ પરપ્રાંતિય મજૂર બિહારનો રહેવાસી હતો. એવી માહિતી મળી રહી છે.

જમ્મુ અને કાશ્મીરમાં કાશ્મીર ઝોન પોલીસે આતંકવાદીઓના હુમલા વિશે જણાવ્યું કે મધરાત દરમિયાન, બાંદીપોરાના સોડનારા સંબલમાં આતંકવાદીઓએ એક પ્રવાસી શ્રમિક મોહમ્મદ અમરેજની ગોળી મારીને હત્યા કરી દીધી. અમરેજ બિહારના મધેપુરાના બેસરાહ વિસ્તારનો રહેવાસી હતો. આતંકવાદીઓના ગોળીબારમાં ખરાબ રીતે ઘાયલ થયેલા અમરેજને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે દમ તોડી દીધો હતો. આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં ટાર્ગેટ કિલિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં કાશ્મીરની બહારનાં રહેવાસીઓએ પણ જીવ ગુમાવ્યા છે.

Next Story