જમ્મુ કશ્મીર: પૂંછમાં એરફોર્સના કાફલા પર થયેલ આતંકી હુમલાનો મામલો, 3 શકમંદોની તસ્વીર આવી સામે

New Update
જમ્મુ કશ્મીર: પૂંછમાં એરફોર્સના કાફલા પર થયેલ આતંકી હુમલાનો મામલો, 3 શકમંદોની તસ્વીર આવી સામે

જમ્મુ-કાશ્મીરના પુંછમાં 4 મેના રોજ એરફોર્સના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ શંકાસ્પદ લોકોના નામ અને તસવીરો સામે આવી છે. આ આતંકીઓમાં એક પાકિસ્તાની આર્મીનો પૂર્વ કમાન્ડો ઇલ્યાસ ઉર્ફે ફૌજી છે, બીજો લશ્કર કમાન્ડર અબુ હમઝા અને ત્રીજો પાકિસ્તાની આતંકવાદી હદુન છે.

આ હુમલામાં એરફોર્સનો એક જવાન શહીદ થયો હતો અને ચાર ઘાયલ થયા હતા. હુમલામાં સામેલ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવાની સાથે સેનાએ તેમના પર 20 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. હુમલાના સંદર્ભમાં પૂછપરછ માટે લગભગ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. બુધવારે સતત પાંચમા દિવસે સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું.

Latest Stories