જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલોમાં ગઈકાલે મોડી રાતે આતંકી અને સુરક્ષા દળના જવાન વચ્ચે અથડામણ થઇ હતી. જે મામલે આજે વહેલી સવારથી જ આ જગ્યા પર સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ, સેનાએ પોલીસ સાથે મળીને વહેલી સવારે કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો.
મળતી માહિતી અનુસાર, રાજૌરીના કાલાકોટ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા છે. જંગલમાં છુપાયેલા આતંકવાદીઓની શોધ માટે સર્ચ ઓપરેશન તેજ બનવામાં આવ્યું છે. ગઈકાલે મોડી રાતે આતંકીઓ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સેના, જમ્મુ કાશ્મીર SOGની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી. આ દરમિયાન રાજૌરી જિલ્લાના કાલાકોટ સબ ડિવિઝનના બ્રોહ સૂમ ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 2 પેરા કમાન્ડો સહિત 3 સેનાના જવાન ઘાયલ થયા હતા.