નાઈજીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં જેહાદીનો આત્મઘાતી હુમલો, 27 નાઈજીરિયન સૈનિકોના મોત

નાઈજીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં જેહાદી આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 27 નાઈજીરિયન સૈનિકોના મોત થયા છે. સૈનિકોએ બર્નો અને યોબે રાજ્યોની વચ્ચે સ્થિત ઉજ્જડ

New Update
kajastan

નાઈજીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં જેહાદી આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 27 નાઈજીરિયન સૈનિકોના મોત થયા છે.  સમાચાર એજન્સી એએફપી અનુસાર, સૈનિકોએ બર્નો અને યોબે રાજ્યોની વચ્ચે સ્થિત ઉજ્જડ જમીનમાં ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે જોડાયેલા આતંકવાદીઓના ઠેકાણા પર જમીની હુમલો કર્યો હતો.

Advertisment

એક સૈન્ય અધિકારીએ એએફપીને કહ્યું,  "આત્મઘાતી હુમલામાં  27 સૈનિકો માર્યા ગયા, જેમાં  કમાન્ડર પણ સામેલ છે, અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,"

આ હુમલો તાજેતરના વર્ષોમાં સેનાને નિશાન બનાવતા સૌથી ઘાતક આત્મઘાતી હુમલાઓમાંનો એક હતો. અન્ય એક અધિકારીએ કહ્યું કે હુમલા સમયે અંધારું હતું, જેના કારણે સૈનિકો ચારે બાજુ સ્પષ્ટ જોઈ શકતા ન હતા. તેમણે એમ પણ કહ્યું કે ઘાયલોની સંખ્યામાં વધારો થઈ શકે છે, કારણ કે કેટલાકની સ્થિતિ નાજુક છે.

Latest Stories